
કચ્છના ખાવડામાં રાજકીય આગેવાન જુમા અલીમામદ સમાનાના પર કરાયો હુમલો. ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી ખનીજ વિભાગની ટીમ સામે જ જાહેરમાં કરાયો હુમલો.
તંત્ર સામે સ્થાનિકોના આક્ષેપ
કચ્છના ખાવડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. તંત્ર સામે પણ ખનીજ માફિયાઓને છાવરવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. તેવામાં ખાવાદના રાજકીય આગેવાન જુમા અલીમામદ સમાના પુત્ર પર ખનીજ માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરાયો.
ખનીજ વિભાગની ટીમની હાજરીમાં જીવલેણ હુમલો
ખાવડા પંથકમાં ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાનું મનદુ:ખ રાખી જાહેરમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર પર ખનીજ માફિયા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ખાણ ખનીજ વિભાગની ટીમની હાજરીમાં જ ખાવડાણા ધ્રોબાણાણા શખ્સ વડે ધોકા દ્વારા હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ ઇજાગ્રસ્તના વાહનમાં પણ ખનીજ માફિયા દ્વારા તોડફોડ કરવામાં આવી. આ ઘટના બાદ પોલીસ અને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.