
અમદાવાદ શહેરમાં લોકોને એકના ડબલ તેમજ વિવિધ યોજનાઓમાં રોકાણ કરાવી છેતરપિંડી કરાવાનું સામે આવ્યું છે. જેમાં કમલા કોર્પોરેશનના નામે રોકાણ કરાવી 36.21 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદમાં ઠગ વિવિધ પ્રકારની ભ્રામક લાલચ આપી છેતરપિંડી આચરતા હોય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અલગ-અલગ સ્કિમમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. કમલા કોર્પોરેશનના નામે રોકાણના નામે ફરિયાદી અને તેના ઓળખીતા પાસેથી 36.21 લાખ રૂપિયા લઈને પરત નહોતા આપ્યા. આ ઉપરાંત રૂપિયાની સામે લખાણ અને મકાન પણ લખી આપ્યું હતું. જેથી આખરે પરિચીતે આરોપી પ્રકાશ રાવ સામે ક્રાઈમ બ્રાંચમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.