આજકાલ બાળકોમાં સતત વધતું જતું મોબાઈલનું વ્યસન ખરાબ હદે વધી રહ્યું છે. જેની અમરેલી જિલ્લાનાં બગસરા ગામે બનેલી ઘટનાને લઈ મનોચિકિત્સક તબીબો ખૂબ ગંભીર બાબત કહી રહ્યા છે. બાળકો અનમેચ્યોર હોય છે ત્યારે ક્લાસ રૂમમાં એક છોકરાએ જે કર્યું તેવું જ જોઈને બીજા બધા કોપી કરવાની ઘટનાઓ વધતી જઈ રહી છે.
આજકાલ સોશિયલ મીડિયામાં influenceનું પણ ખૂબ વળગાડ છે. તેમજ બાળકો નાની ઉંમરથી જ ફોનનો ઉપયોગ કરે છે. આમાં માતા-પિતાનો પણ વાંક છે. પેરેન્ટસ હવે બાળકો સાથે એક્ટિવિટી નથી કરતા તેમને ફોન પકડાવી દે છે. બાળક રડે ત્યારે ફોન આપે છે જમે ત્યારે પણ ફોન આપે છે. જેથી બાળકોમાં ડિજિટલ એડિકશન વધી રહ્યું છે. જેના લીધે બાળકને જ્યારે મોબાઈલ આપતા નથી ત્યારે બાળક ગુસ્સો તેમજ રડવા લાગે છે. આના લીધે બાળકોને મોબાઈલ આપવો જોઈએ નહીં. નવતર ઉપાય કરી રચનાત્મક કાર્ય કરાવવું જોઈએ.