
ગુજરાતભરમાંથી આપઘાત અને હત્યાની અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે એવામાં અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં નરોડામાં યુવતીની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાની હત્યા કરી ખુદ પ્રેમીએ પણ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક પ્રેમી યુવકે છરી મારીને સોનુ નામની યુવતીની હત્યા કરી હતી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમી ઈર્શાદ મલેક નામના યુવકે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. પ્રેમીએ રામોલમાં ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે નરોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.