
અમદાવાદ શહેરમાં બાર કાઉન્સિલ ઑફ ગુજરાતનો ભવ્ય વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના કુલ 11 હજાર કરતાં વધુ વકીલોએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં શપથ લીધા હતા. દેશમાં પોતાની આગવી રીતે પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વકીલોએ શપથ લીધા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે. જે એક રેકોર્ડ છે.
વકીલોના શપથ સમારોહ અને બાર કાઉન્સિલના કાર્યક્રમ વિશે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલને નિવેદન આપ્યું હતું. કે દેશમાં વકીલોનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે. હાલમાં તમામ રાજકીય પક્ષના પ્રવક્તા પણ વકીલ જોવા મળે છે. દેશના આઝાદી સમયે પણ વકીલોનું મહત્વનું યોગદાન રહેલું છે.
વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં લેવાઈ નોંધ
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાર કાઉન્સીલ ઑફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, સોલીસીટર જનરલ તુષાર મહેતા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત જજીસ રાજ્યના તમામ 280 વકીલ મંડોળના હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી આશરે 17 હજારથી વધુ વકીલો આ ઈવેન્ટના સાક્ષી બન્યા હતા.