Home / Gujarat / Gandhinagar : Sunday was a busy day in the state, more than five people died in road accidents, half a dozen injured

રાજ્યમાં રવિવાર ગોઝારો નિવડયો, માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત, અડધોડઝન ઈજાગ્રસ્ત

રાજ્યમાં રવિવાર ગોઝારો નિવડયો, માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત, અડધોડઝન ઈજાગ્રસ્ત

રાજ્યમાં આજે રવિવાર ગોઝારો નીવડયો હોય તેવું બન્યું છે, કારણ કે, આજે સવારથી બપોર સુધી ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી ત્રણથી ચાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે ચારથી વધુ ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત અકસ્માતોમાં જાનહાનિની ઘટનાઓ વધતી જઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગોઝારો બન્યો રવિવાર, અકસ્માતોનો સીલસીલો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લિંક રોડ પર સાંઈબાબા મંદિરથી માનવ ચોકડી વચ્ચે પૂરપાટ જતા બાઈકચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક સ્લીપ થઈહતી. જેમાં એકનું મોત થયું હતું. અને એક વ્યકિત ઈજાગ્રસ્ત થઈ હતો. 

બે બાઈક વચ્ચે ભીષણ ટક્કરમાં 3 યુવાનોનાં મોત

મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના પોશીના નજીક લાબડિયા રોડ પર નવા મોટા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. બે સ્પોર્ટ્સ બાઈક સામે-સામે ધડાકાભેર ટકરાતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગુરૂવારે પહેલાં ટ્રક પાછળ જીપ ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી.

ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો

જ્યારે અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 
દક્ષિણ ગુજરાતમાં પણ અકસ્માતની ઘટના
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં-48 પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં સુરત જિલ્લામાં  માંગરોળના પીપોદરા ગામ પાસે અજાણ્યા વાહન પાછળ આઈશર ટેમ્પો ઘુસી ગયો હતો. જેથી આઈશર ટેમ્પાના કેબિનનુ પડીકું વળી જતા આઇશર ટેમ્પોચાલક ફસાઈ ગયો હતો. જો કે બનાવની જાણ થતા કોસંબા પોલીસ અને હાજર વાહનચાલકોએ દોરડું બાંધી કેબિન ખેંચવામાં આવ્યું હતું. આઈશર ટેમ્પાચાલકને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. 

ભાવનગર શહેરમાં માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત
ભાવનગર શહેરના ચિત્રા યાર્ડ નજીક આજે સવારે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષાબેન નામની મહિલા શાકભાજી લેવા માટે સ્કૂટર લઈને નીકળ્યાં હતા અને ચિત્રા યાર્ડ પાસે પહોંચતા જ રસ્તા પર અચાનક એક શ્વાન આડો આવી જતા તેમણે સ્કૂટર પરથી નિયંત્રણ ગુમાવ્યું અને પલટી મારી ગયાં. આ દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને સારવાર મળતા પહેલા જ તેમનું નિધન થયું.

આ દુર્ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે. રક્ષાબેનનાં પરિવારમાં આ અચાનક ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે. વધુ તપાસ માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.


Icon