
અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક યુવકની લાશ મળી આવી છે. અમદાવાદ શહેરમાં ચાંદલોડિયા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. 9 દિવસથી ગુમ યુવકની દાટી દીધેલી અવસ્થામાં લાશ મળી આવી છે. કમલેશ તીવારી નામના 40 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ સિલ્વર સ્ટાર પાસેની તલાવડીમાં દાટી દીધો હતો.
આ મામલે મહાવીર, અતુલ, મહાવીરની પત્ની સહિતનાં 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને કમલેશ તીવારી સાથે અગાઉ ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવત રાખીને તેની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી. ચાંદલોડિયાના રણછોડરાયનગરમાં યુવક રહેતો હતો. સોલા પોલીસે દાટી દિધેલો મૃતદેહ કાઢી પોસ્ટમોટર્મ કરાવ્યું હતું. સોલા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.