લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન પણ થઈ ચૂક્યું છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃપ્રાણ નાંખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે.
અમદાવાદમાં આજે સર્કિટ હાઉસ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક
રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. સાંજે પાંચ વાગ્યે એનેક્ષી ખાતે કોર કમિટીની સભ્ય સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસની કોર કમિટિની બેઠક યોજાશે. સાંજે પાંચ વાગ્યે આ મુદ્દે શાહીબાગ એનેક્સી ખાતે બેઠક યોજાશે. રાહુલ ગાંધીની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોર સમિતિના સભ્યો હાજર રહેશે.
રાહુલ ગાંધી સૌથી પહેલા અમદાવાદમાં એક બેઠકમાં સામેલ થશે જેમાં AICCના 42 તથા PCCના 183 ઑબ્ઝર્વર હાજર હશે. 12મી એપ્રિલે જ આ તમામ ઑબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતનાં તમામ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરશે. આ જિલ્લા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા પર ઑબ્ઝર્વર નજર રાખશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'આ તમામ ઑબ્ઝર્વર સ્થાનિક લેવલે પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.'
મોડાસામાં કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ
કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના મોડાસા ખાતે કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ જોવા મળી છે. આવતી કાલે 16 એપ્રિલ BAPS હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ પોલીસ સતર્ક છે. રાહુલ ગાંધીના રૂટ, કાર્યક્રમ સ્થળ, બંદોબસ્ત પોઇન્ટ પર પોલીસ દ્વારા રિહલ્સર યોજવામાં આવ્યું હતું. ASP, DYSP, PI સહિત પોલીસ ટીમ દ્વારા રિહર્સલ યોજાયું હતું. આવતી કાલે સાવરે 10 કલાકે સંગઠન સર્જન અભિયાનનો રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે. જિલ્લાના 1200 બુથ સમિતિ લિડરોને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશમાં જિલ્લા પ્રમુખોને સત્તા આપતો પાયલોટ પ્રોજેકટનો અરવલ્લી ખાતેથી પ્રારંભ કરાશે.