
આજે વડાપ્રધાન મોદી સુરતનની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ એટલે કે 7 અને 8 માર્ચના ગુજરાત પ્રવાસે આવ્યા છે. સવારે એરપોર્ટ પર સમર્થકોનું અભિવાદન ઝીલ્યા બાદ 4 અલગ-અલગ બેઠકોમાં ભાગ લેવા સીધા કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને પોલિટિકલ અફેર્સ પરની બેઠક શરૂ કરી હતી.
"જનતાને ભાજપના ભરડામાંથી કરાશે મુક્ત"
રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે એરપોર્ટ પરથી સીધા કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી હતી હતી . જેમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ભાજપને હરાવવાની રણનીતિ બનાવવાની વાત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સેવા દળના લાલજી દેસાઇએ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી પક્ષના તમામ નેતાઓને મળશે સાથે પાર્ટીના દરેક કાર્યકર સાથે સીધો સંવાદ કરશે. સાથે જ લોકસભામાં રાહુલ ગાંધીને ભાજપને હરાવવા માટે રણનીતિ બનાવવાની વાત કરી હતી. ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી બહાર કાઢી મુક્ત કરવાનું કામ કરવામાં આવશે. સરકારની સામે બાથ ભીડવાનું કામ હવે કોંગ્રેસ કરશે. પાર્ટીમાં મતભેદ હોય શકે પરંતુ મનભેદ ના હોય શકે અને તે હશે તો તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે."
પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ખૂલ મને થઈ ચર્ચા
આ સાથે જ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, "રાહુલ ગાંધીએ નિર્ધારિત પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક શરૂ કરી હતી. તેમાં કે સી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ખુલા મને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં કયા કયા કાર્યક્રમો કરવા તે અંગે રણનીતિ પર ચર્ચા કરવામા આવી. સાથે જ તમામ નાગરિકને ન્યાય અને અધિકાર મળી રહે તે માટે પણ વાતચીત કરવામાં આવી."
પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કર્યા બાદ 44 જિલ્લા અને શહેર પ્રમુખ અને તાલુકા સાથે નગરપાલિકા પ્રમુખ સાથે રાહુલ ગાંધી કરશે સંવાદ. રાત્રિ રોકાણ અમદાવાદમાં કર્યા બાદ આવતી કાલે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.