
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાર સુધી આપણે આપણી જવાબદારી પૂર્ણ કરી લીધી ત્યારે ગુજરાતના લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપશે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
'ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ સરકારમાં નથી. જ્યારથી હું ગુજરાત આવું છું ત્યારે ચર્ચા 2007, 2012, 2017, 2022,2027ની ચૂંટણી પર થાય છે. સવાલ ચૂંટણીનો નથી જ્યાર સુધી જે અમારી જવાબદારી છે તેને જ્યાર સુધી અમે પૂર્ણ નહીં કરીયે ગુજરાતની જનતા અમને ચૂંટણી જીતવા નહીં દે.અમારે ગુજરાતની જનતા પાસે માંગવું ના જોઇએ કે તમે અમને સરકાર આપો. જે દિવસે જવાબદારી પૂર્ણ કરી ત્યારે ગેરંટી આપીને કહું છું કે ગુજરાતના લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપશે.'
https://twitter.com/ANI/status/1898259555626500148
ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતને રસ્તો જડતો નથી. ગુજરાત રસ્તો જોવા માંગે છે અને આગળ વધવા માંગે છે. કોંગ્રેસ પાર્ટીનો હું સભ્ય છું અને એટલા માટે કહું છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો બતાવી શકતી નથી. હું શરમાઇને નથી કહેતો, હું ડરીને કહતો નથી પણ હું તમારી સામે આ વાત કહેવા માંગુ છું કે પછી કાર્યકર્તા હોય, રાહુલ ગાંધી હોય કે જનરલ સેક્રેટરી હોય અમે ગુજરાતને રસ્તો બતાવી શકતા નથી. અમે ગુજરાતની જનતાની રિસપેક્ટ કરીએ છીએ તો અમારે સ્પષ્ટ કહેવું પડશે કે આજ સુધી જે છેલ્લા 20-30 વર્ષ ગુજરાતની એક્સપેક્ટેશન અમારી પાસે હતી તે અમે પૂર્ણ કરી શકતા નથી. અમે આ નહીં બોલીયે તો અમારો ગુજરાતની જનતા સાથે સંબંધ નહીં બને. હું અહીં ગુજરાતના યુવાઓ સાથે સંબંધ બનાવવા આવ્યો છું.
https://twitter.com/ANI/status/1898266338357133738