
ગુજરાતભરમાં ચોર તસ્કરોનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને વડોદરામાં મહેન્દ્રા થાર ગાડીને ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં આવી છે.
ગેંગના 3 સાગરીતોની દાસ્તાન પાસેથી ગાડી સાથે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા 16.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓની ધરપકડ કરી ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા સુનિલ ચૌધરી, અજય યોગી અને શશીકાંત જાટની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરી એલિસબ્રિજ, અમરાઈવાડી અને વડોદરા શહેરમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.