
ગુજરાતમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે એવામાં ફરી અમદાવાદમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ટેમ્પો પલટી જતાં ઘટનાસ્થળે જ બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ ડીજે ભરીને ચાર માણસો દાહોદ જઈ રહ્યા હતા એવામાં અમદાવાદમાં કોઠ ગાંગડ રોડ પર આઇસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.
આઇસર ટેમ્પો પલટી જતાં અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં રાજકોટના શાહિદભાઈ અને નરસિંહભાઈ નામના બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે મોહનભાઈ અને કેવલ નામના વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.