Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા ખાખી વર્દીનો રૂઆબ દર્શાવી એક વ્યક્તિને ઢોર માર મારવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાંથી પોલીસકર્મીઓ દ્વારા એક વ્યક્તિને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાય છે કે પોલીસ દ્વારા ઢોરની જેમ એક વ્યક્તિને જાહેર સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં હીરાભાઈ માર્કેટ દીવાન બલ્લુભાઈ રોડ પરથી આ ઘટના સામે આવી રહી છે. રોંગ સાઈડમાં આવવા બાબતે રકઝક થતા પોલીસ દ્વારા માર મરાયો હોવાની ચર્ચા થઈ રહી છે. જેમાં લાકડીથી ઢોરને મારતા હોય તે પ્રકારે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે.