Home / Gujarat / Ahmedabad : Weapons sale scam busted in Gujarat

'સલામત અને સુરક્ષિત ગુજરાત'માંથી ઝડપાયું હથિયાર વેચવાનું રાજ્યવ્યાપી કૌભાંડ, આ રીતે ચાલતો વેપલો

'સલામત અને સુરક્ષિત ગુજરાત'માંથી ઝડપાયું હથિયાર વેચવાનું રાજ્યવ્યાપી કૌભાંડ, આ રીતે ચાલતો વેપલો

ગુજરાતમાં હથિયારનો પરવાનો મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાગાલેન્ડ અને મણિપુરથી ગેરકાયદેસર હથિયારો લાવવામાં આવતા હતા અને ગુજરાતમાં મોંઘાભાવે હથિયારો વેચવામાં આવતા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્યભરમાંથી હથિયારનું કૌભાંડ ઝડપાયું

ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી હથિયાર ખરીદીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. હત્યા,મારામારી તેમજ ખનિજ માફિયાઓને મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર લાવીને વેચવામાં આવતા હતા. મુખ્ય સુત્રધાર મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા લોકોને હથિયાર અપાવતો હતો.

હરિયાણાનો એજન્ટ સોકતઅલી અમદાવાદના મુકેશ બાંભાને હથિયાર મોકલાવતો હતો. મુકેશ બાંભા હથિયાર લોકોને ઉંચુ વળતર લઇને અપાવતો હતો. મુકેશ ભરવાડ ઉર્ભે બાંભા હાલ પોલીસ પકડથી દૂર છે. મુકેશ ભરવાડ હાલ નેપાળમાં છુપાયો હોવાની પણ ચર્ચા છે.રાજ્યમાં ગમે તેવા ગુના હોય ત્યાં રહેણાક પુરાવાઓ ઉભા કરીને હથિયારોના પરવાનાઓ આપવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હથિયાર કૌભાંડ ઝડપાયા બાદ પોલીસ દોડતી થઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે હથિયાર મેળવવામાં આવતા હતા

મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે સાથે ઘણા ખરા ગેરકાયદેસર કામકાજ કરતો હોવાની ચર્ચા છે. મુકેશ ભરવાડ સોકત અલીના કોન્ટેક્ટમાં આવ્યો હતો. મુકેશ ભરવાડના લેબર મણિપુર-નાગાલેન્ડ અને મિઝોરમના હતા. સોકત અલી હરિયાણા ખાતે હથિયારો આપતો હતો અને મુકેશ ભરવાડના ઘરે આપીને પણ હથિયાર આપતો હતો. મુકેશ ભરવાડ ઉંચુ વળતર મેળવીને આ હથિયારો પુરા પાડતો હતો.

મણિપુર-નાગાલેન્ડમાં ભાડા કરારના આધારે હથિયાર મેળવીને ગુજરાતમાં હથિયાર વેચવામાં આવતા હતા.7થી 8 લાખ રૂપિયામાં હથિયારો અન્ય રાજ્યમાંથી ખરીદવામાં આવતા હતા તેમજ આ હથિયાર વચેટિયાઓ મારફતે 20 લાખથી લઇને 25 લાખ સુધીમાં વેચવામાં આવતા હતા.

મુકેશ ભરવાડ ઉર્ફે બાંભાના આસામના પૂર્વ રાજ્યપાલ અને પંજાબના વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સાથે ઘરોબો હોવાની ચર્ચા છે. મુકેશ ભરવાડના આસામના પૂર્વ રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સાથેની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે.

ગુજરાત ATSએ 6 શખ્સોને ડિટેઇન કર્યા

ગુજરાત ATSએ ગત શુક્રવારથી કુલ 6 શખ્સોને ડિટેઇન કરીને રાખ્યા છે.ATSએ જે 6 લોકોને ડિટેઇન કર્યા છે તેમાંથી કેટલાક લોકો પાસે તો ગુજરાતમાં હથિયારના લાઇસન્સ છે તેમ છતાં એક અઠવાડિયાથી તેવા લોકોને ડિટેઇન કરીને રાખવામાં આવ્યા છે.ભૂતકાળમાં ઘણા IPS અધિકારોના ખાસ ગણતા એવા યુવક સહિત 6 લોકોની શંકાના આધારે ATS પૂછપરછ કરી રહી છે.

TOPICS: gujarat police
Related News

Icon