Home / Gujarat / Surendranagar : Statewide arms license scam busted, agents were providing illegal licenses

સુરેન્દ્રનગરમાં રાજ્યવ્યાપી હથિયાર પરવાનાનું કૌભાંડ ઝડપાયું, એજન્ટો અપાવતા હતા ગેરકાયદેસર પરવાના

સુરેન્દ્રનગરમાં રાજ્યવ્યાપી હથિયાર પરવાનાનું કૌભાંડ ઝડપાયું, એજન્ટો અપાવતા હતા ગેરકાયદેસર પરવાના

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બહારથી હથિયારના લાયસન્સ મેળવનાર ૧૨ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. જૈ પૈકી ચાર શખ્સો પાસેથી પાંચ હથિયાર મળી આવ્યા હતા. ગુનાહિત ઇતિસાહ ધરાવતા શખ્સોને રાજ્યમાંથી હથિયારનો પરવાનો મળી શકે તેમ ન હોય નાગાલેન્ડ અને મણીપુર સહિતના રાજ્યોમાં ખોટા રહેણાંકના પુરાવા ઉભા કરી હથિયારનું લાયસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચાર શખ્સો પાસેથી 5 હથિયારો કબજે કરાયા

જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૨ જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. જે પૈકી ચાર શખ્સો પાસેથી પાંચ હથિયાર મળી આવ્યા હતા. આ તમામ શખ્સો વિરૂધ્ધ અગાઉ હત્યા, ખંડણી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. હાલ પોલીસે પાંચ હથિયાર કબજે લીધા છે. જ્યારે કોઈ આરોપી કે અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવી નથી અને માત્ર પુછપરછ શરૂ હોવાનું જણાવ્યું હતું.

હથિયાર પરવાનાનું રાજ્યવાપી કૌભાંડ 

પકડાયેલા તમામ આરોપીઓ હત્યા મારામારી ખનિજ ચોરી સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. મણિપુર અને નાગાલેન્ડથી 3 લાખથી લઈ 15 લાખ ખર્ચ કરી હથિયાર પરવાનાઓ લઈ આવ્યા હતા. તમામ વિરોધમાં સુરેન્દ્રનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ હથિયાર પરવાનાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવાતા SOG પોલીસની ટિમો તપાસ માટે નાગાલેન્ડ અને મણિપુર રવાના કરવામાં આવી.

એજન્ટ નકલી પુરાવા ઊભા કરી પરવાના મેળવતા

આ કૌભાંડમાં મુકેશ ભરવાડ અને સેલાં ભરવાડ નામના ઈસમો હરિયાણાના એજન્ટ સોકતઅલીનો સંપર્ક કરાવતા. ત્યાર બાદ એજન્ટ દ્વારા ગમે તેવા ગુના હોય ત્યાં રહેણાક પુરાવાઓ ઉભા કરી હથિયારોના પરવાનાઓ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં હથિયાર કૌભાંડ ઝડપાયા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Related News

Icon