Home / Gujarat / Ahmedabad : Woman caught extorting money from senior citizen

અમદાવાદમાં ધાર્મિક કાર્યના નામે સિનિયર સિટિઝન પાસેથી પૈસા પડાવતી મહિલા ઝડપાઈ

અમદાવાદમાં ધાર્મિક કાર્યના નામે સિનિયર સિટિઝન પાસેથી પૈસા પડાવતી મહિલા ઝડપાઈ

અમદાવાદના વાડજ અને રાણીપ વિસ્તારમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મહિલા ખોટી ઓળખાણ કાઢી અને ધાર્મિક કામ માટે રૂપિયાની જરૂર છે તેમ કહી છેતરપિંડી કરતી હતી. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે અને હાલ 3 ગુનાઓ ના ભેદ ઉકેલાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ પોલીસે જીનલ ભાવસાર નામની મહિલાની ધરપકડ કરી છે. જીનલ આમ તો ઇવેન્ટ મેજમેન્ટનું કામ કરે છે પરંતુ રૂપિયાની લાલચમાં તેને સિનિયર સિટીઝનને છેતરવાનું શરૂ કરી દીધું હતું. જો કે શોર્ટકટમાં કમાવવા પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. મહિલાનું કહેવું છે કે રૂપિયાની જરૂર હોવાથી તેને આવું કર્યું છે. મહિલા છેલ્લા 2 મહિનાથી આ પ્રકારના ગુનાઓ કરતી હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટનાની વાત કરીએ તો આ મહિલાએ અમદાવાદના વાડજ વિસ્તારમાં વૃદ્ધ સાથે ઠગાઈ કરી હતી. વૃદ્ધ પૌત્રને સ્કૂલેથી લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ બેંકમાંથી પૈસા ઉપાડી પૌત્ર સાથે ઘરે આવતા હતા તે સમય આરોપી મહિલાએ વૃદ્ધના પૌત્ર અને માતાને ઓળખતી હોવાનું જણાવ્યું અને પૈસાની જરૂર હોવાનું કહીને 1 લાખ રૂપિયા લઈ લીધા ત્યાર બાદ ઘરે મૂકી જવાના બહાને રસ્તામાં ઉતારી મહિલા ફરાર થઈ ગઈ હતી.

આ પ્રકારની ઘટના રાણીપમાં પણ બની હતી અને જેમાં આરોપી મહિલાએ ધાર્મિક વિધિના નામે પોતે ઓળખીતા હોવાનું કહીને છેતરપિંડી કરી હતી. આ પ્રકારની 2 ઘટનાઓ રાણીપમાં બની હતી. નોંધનીય છે કે મહિલાએ કરેલા 3 ગુનાઓના ભેદ ઉકેલ્યા છે પરંતુ મહિલાએ આ સિવાય અન્ય કેટલા ગુનાઓ કર્યા છે અને તેની સાથે અન્ય વ્યક્તિ પણ સામેલ છે તે કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.


Icon