
છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાંથી ઠેર ઠેર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, 22 ફેબ્રુઆરી 2025ના રોજ સરિતાકુંજ સોસાયટીમાં આરોપીએ ચોરી કરી હતી. આરોપી ઘરઘાટી તરીકે કામ કરતા સમયે ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા આરોપી સહિત 93.08 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જેમાં 3.76 લાખ રોકડ, 11.65 લાખની ઘડિયાળ, 77.67 લાખના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. ચોરીની ઘટનામાં મહેન્દ્ર મીણા નામના રાજસ્થાનના યુવકની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.