
અમરેલી જિલ્લાના બાબરાના તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશ ભાયાણીના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં મોં પર બુકાની બાંધી ત્રણ તસ્કરો 70 ફૂટ કોપર વાયરની ચોરી કરી હતી. આ ઘટના બાબરાના ઉટવડ ગામે ભરડિયામાં બની હતી.
બાબરાના ઉટવડ ગામે જય ખોડિયાર ઈલેકટ્રિક પેનલ રૂમનું શટર ખોલી તસ્કરો કોપરના વાયરનું આખું બંડલ લઈ પલાન થઈ ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ હતી. જેથીબાબરા તાલુકા પંથકના ભાજપના પૂર્વમહામંત્રી મહેશ ભાયાણીએ 70 ફૂટ કોપર વાયરની પોતાના ત્યાંથી ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે સીસીટીવીના આધારે તસ્કરો શોધવાની કવાયત તેજ કરી છે.