
Amreli news: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉનમાં આવેલી મુખ્ય બજારમાં મિઠાઈની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને આખરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી પોતાના જીવનનો અંત આણ્યો હતો.
મળતી વિગતો અનુસાર, સાવરકુંડલામાં આવેલી બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટ નામની દુકાન ધરાવતા અશોક ચૌહાણ નામના વેપારીએ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈને મોતને ભેટયો હતો. આ અંગેની જાણ થતા પોલીસે વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સિવિલ ખસેડયો હતો. મૃતક વેપારીના ખિસ્સામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. મૃતકના પુત્રએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં શહેર ભાજપ ઉપ-પ્રમુખ સહિત આઠ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાવરકુંડલા શહેર ભાજપ ઉપ-પ્રમુખ ભાવેશ વિકમાને પોલીસે ઝડપી લીધો હતો. કુલ આઠ આરોપીમાંથી પોલીસે ત્રણ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.