એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ નેતાઓ ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાતની વાતો કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આણંદના બોરસદની એક ખાનગી શાળામાં શિક્ષકોનું વરવું સ્વરૂપ સામે આવ્યું છે. જ્યાં ફી ન ભરતા શાળાના કેટલાક વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વાયરલ થયેલા વીડિયોની જીએસટીવી કોઇ પુષ્ટિ કરતું નથી.

