
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં ગઈકાલે 16 જુલાઈએ 11 વર્ષના બાળકની હત્યા થઇ હતી અને હત્યારાએ આ બાળકના મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસે આ ઘટનામાં સઘન તપાસ કરી હત્યારાને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં બાળકની હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
કારમાં કર્યું અપહરણ, શારીરિક અડપલાં કર્યા, ભાંડો ફોડવાનું કહેતા હત્યા કરી
હત્યાની આ ઘટનામાં SP અક્ષયરાજ મકવાણાની પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં ફારૂક જમાલ નામના હત્યારાને ઝડપી પડ્યો હતો. આ આરોપીની પૂછપરછમાં તેણે શા માટે આ કિશોરની હત્યા કરવાનું ચોંકવનારું કારણ આપ્યું હતું.
SP અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે આરોપીઓ ફારૂક જમાલે 11 વર્ષીય કિશોર મોહમદ શેરશિયાનું પહેલા કારમાં અપહરણ કર્યું હતું અને બાદમાં કારની પાછળની સીટ પર આ કિશોરની સાથે શારીરિક અડપલા કર્યા હતા. બલકે પ્રતિકાર કરતા અને સમગ્ર ઘટના પોતાની માતાને કહેશે એવું કહેતા આરોપીએ આ કિશોરની હત્યા કરીને ટોકરીયા ગામમાં એક ખેતરમાં મૃતદેહ ફેંકી દીધો હતો.
SP અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે આરોપીએ કડક સજા થાય તે માટે પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કર્યા છે.