
આણંદ જિલ્લા પંચાયતમાં ડાયરીમાં છાપવામાં આવતા ફોટા અને પ્રૂફ રીડિંગ અંગેનઈ ભૂલો સામે આવી હતી. જેથી કોને પ્રૂફ અને ફોટા રીડ કર્યા તે અંગેનો સવાલ ઊભો થયો છે.
આણંદ જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી ડાયરીમાંથી સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો ગાયબ થવાને લઈને વિવાદ ઊભો થયો છે. વર્ષ-2025ની જિલ્લા પંચાયતની ડાયરીમાંથી સરદાર પટેલની બાદબાકી જોવા મળી હતી. આ અગાઉ વર્ષ-2022/23 સુધી સરદાર સાહેબની છબીને સ્થાન આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જિલ્લા પંચાયતની ડાયરીમાં કવર પેજ અથવા પ્રથમ પેજ પર સરદાર પટેલનો ફોટો હતો. વર્ષો જૂની પ્રણાલીનો આ વર્ષે છેદ ઉડી જતા ચકચાર મચી જવા પામી છે.
સરદાર પટેલના જિલ્લામાં જ સરદાર પટેલની અવગણના થઈ જતા રાજકારણ ગરમાયું છે. કોના ઈશારાથી આ થયું તે ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલો તુલ પકડતા તંત્રમાં દોડધામ, જિલ્લા પ્રમુખ હશમુખ પટેલે સમગ્ર મામલે લુલો બચાવ કર્યો હતો. તેમને કહ્યું કે સરદાર અમારા દિલમાં છે અને અમે ભવન અને સભા ગૃહનું નામ સરદાર પરથી રાખ્યું છે.