
Anand News: આણંદ સુપર માર્કેટને ખાલી કરવા આણંદ મનપાએ નોટિસ આપી છે. આણંદ શહેરના મુખ્ય બજારમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા તંત્રએ નોટિસ આપી છે. થોડા સમય પૂર્વ સુપર માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો. શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશન પાસે મનપાની માલિકીની દુકાનોના લીઝ ધારકોને નોટિસ મળતા ચકચાર મચી જવા પામી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, જાહેર જનતાની સુરક્ષા માટે કલમ 264 (1) મુજબ કાર્યવાહી હાથ ધરી છે. 7 દિવસમાં ભાડુઆતી દુકાનદારોને જગ્યા ખાલી કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. બાંધકામ જૂનું હોવાથી માનપાએ જાહેર જનતાની જાન માલને નુકશાનથી બચાવવા નિર્ણય લીધો હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે. જો કોઈ ભાડુઆતી દુકાનદાર દુકાન ખાલી નહિ કરે અને કોઈ દુર્ઘટના ઘટશે તો દુકાનનો કબ્જેદાર ઘટનાનો જવાબદાર રહેશે નો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.