
અરવલ્લી જિલ્લાના મોડાસાના કબોલા પાસે આવેલી જાણીતી ખાનગી પેપર મિલમાં બપોર બાદ ભીષણ આગ લાગી હતી. બનાવને પગલે મોડાસા અને હિંમતનગરથી ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા બોલાવવી પડે તેવી નોબત આવી હતી.
https://twitter.com/AHindinews/status/1901968837547049238
મોડાસા શહેરના કબોલા પાસે ગુરુકૃપા પેપર મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોવા મળી રહ્યા હતા. પેપર મિલમાં આગની જાણ થતા તાત્કાલિક મોડાસા ફાયરની ચાર અને હિંમતનગર ફાયર વિભાગ બે વોટર બ્રાઉઝર સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયો હતો. જોકે પેપર મિલન ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.