
બનાસકાંઠા જિલ્લા અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થયાની ફરિયાદો ઉઠી રહી હતી. જેથી ફૂડ વિભાગે જિલ્લાની જુદીજુદી 28 પેઢીઓમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. જે બાદ લેબોરેટરીમાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થતા 47.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બનાસકાંઠામાં બેફામ રીતે ખાદ્યપદાર્થમાં ભેળસેળ થતા ફૂડ વિભાગ દ્વારા પગલાં લેવાના શરૂ કરાયા છે. જેના ભાગરૂપે ફૂડ વિભાગે જિલ્લાના જુદીજુદી 22 પેઢીઓમાં ખાદ્યપદાર્થનું ચેકિંહ હાથ ધરીને વિવિધ નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં જમા કરાવ્યા હતા. જેથી ભેળસેળિયા તત્વોને દંડી શકીએ. ફૂડ વિભાગે પેઢીઓમાંથી દૂધ, ખાદ્યતેલ, માવાના નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.
જો કે, નમૂનાઓના લેબલ પર યોગ્ય લેબલિંગ ન હોાનું તેમજ કેટલાક નમૂના ફેલ થયા હતા. જેથી બનાસકાંઠા નિવાસી અધિક કલેકટર કચેરીએ 22 કેસમાં વેપારીઓને રૂપિયા 47.50 લાખનો દંડ ફટકારાયો હતો.નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ થયા પછી દંડ ફટકારતા બીજા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.