Home / India : India will again hoist the flag on the Moon, preparations begin in full swing for Chandrayaan-5 mission

ભારત ફરી ચંદ્ર પર તિરંગો લહેરવાશે, ચંદ્રયાન-5 મિશનની તડામાર તૈયારીઓ શરૂ

ભારત ફરી ચંદ્ર પર તિરંગો લહેરવાશે, ચંદ્રયાન-5 મિશનની તડામાર તૈયારીઓ શરૂ

Chandrayaan-5 : દેશની જાણીતી અવકાશ સંસ્થા ઈસરોના જેટલા પણ ચંદ્રયાન મિશન અત્યાર સુધી ચંદ્રની સપાટી પર પહોંચ્યા છે, તમામે ચંદ્ર અંગે કંઈક નવી શોધ કરવાની સાથે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. પછી તે ભલે ચંદ્ર પર પાણીની હાજરી જ હોય કે અથવા વિશ્વમાં પ્રથમવાર ચંદ્રના દક્ષિણી ધૃવ પર ઉતરવાનું હોય. ભારતીય ચંદ્રયાન મિશનને કારણે ચંદ્રની સપાટી પર ભારતનો તિરંગો વધુ ઉંચો ઉઠ્યો છે. હવે ભારતે ચંદ્રયાન-5 મિશન મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી છે. આ ભારતના ચંદ્રની સપાટી પર માનવને ઉતારવાની દિશામાં એક મોટું પગલું છે.

ભારત 2035 સુધી અવકાશમાં માનવ મોકલશે
ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશનની સાથે ભારતે ગગનયાન મિશન પર પણ કામ કરી રહ્યું છે. આનો હેતુ વર્ષ-2035 સુધી અવકાશમાં માનવ મોકલવાનો છે. જ્યારે એક ભારતીય અવકાશ સ્ટેશનની સ્થાપના કરવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અત્યારે માત્ર ત્રણ દેશ જ પોતાના અવકાશ સ્ટેશન બનાવી શક્યું છે. આ અમેરિકા, રશિયા અને ચીન છે. આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સિવાય તૈયાર કરેલા સ્પેસ સ્ટેશન છે.

ચંદ્રયાન-5 અગાઉ ભારતે ચંદ્રયાન-4 મિશન મોકલવાનું છે. આ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકઠા કરવા માટે મોકલવામાં આવશે. સરકારે ગયા વર્ષે જ ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી હતી. આ મિશન ચંદ્ર પર સુરક્ષિત ઉતરાણ અને ત્યારબાદ તેના સુરક્ષિત પરત માટે ક્ષમતા નિર્માણ માટે પૂર્ણ કરવાનું છે. આ સાથે, નમૂનાઓ એકત્રિત કરવા માટેની ટેકનોલોજી વિકસાવવાનું પણ લક્ષ્ય છે.

જ્યારે આ પહેલા ભારતે 3 વધુ ચંદ્રયાન મિશન પૂર્ણ કર્યા છે. ભારતનું ચંદ્રયાન-૩ મિશન વિશ્વનું પહેલું ચંદ્ર મિશન હતું જેમાં રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. એટલું જ નહીં, આ મિશન સાથે ભારતે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાની ક્ષમતા પણ વિકસાવી છે.

ભારતના ચંદ્રયાન-5 મિશનનો હેતુ શું છે?

મળતી માહિતી અનુસાર, ભારતે વર્ષ-2040 સુધીમાં ચંદ્રની સપાટી પર માનવને ઉતારવાનું ટાર્ગેટ રાખ્યું છે. આ દિશામાં ભારતની ક્ષમતા વધારવા માટે ચંદ્રયાન-5 મિશન મોકલવામાં આવશે. એટલું જ નહીં, ભારતે વર્ષ-2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન વિકસાવવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. તેમાં 350 કિલો વજનનું રોવર હશે. ભારત અને જાપાન આના પર સાથે મળીને કામ કરશે.


Icon