અરવલ્લી જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા છે. ઘઉંના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ઘઉં વેચવા આવેલા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા હોબાળો મચાવ્યો. ઘઉંનો ભાવની હરાજીમાં રૂ.487 થી 500 જેટલો નીચો બોલતા ખેડૂતો રોષે ભરાયા. અને હરાજી રોકાવી માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરી રોષ ઠાલવ્યો હતો.
જણાવી દઈએ કે દર વર્ષે વાવેતર સમયે સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે પરંતુ જ્યારે ખેડૂતો માર્કેટમાં ઘઉં લઈને જાય છે ત્યારે પૂરતા ભાવ મળતા નથી. હાલમાં ઘઉંના ખુલ્લા બજારમાં વેચાણ માટે આવેલા ખેડૂતોને મોડોસા માર્કેટયાર્ડમાં પૂરતા ભાવે હરાજી ન બોલાતાં ગુસ્સે ભરાયા હતા. તેઓએ યાર્ડ અધિકારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો.