Home / Gujarat / Aravalli : Large quantity of government textbooks seized from junk godown

Arvalli ભંગારના ગોડાઉનમાંથી સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો

Arvalli ભંગારના ગોડાઉનમાંથી સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો

Arvalli News: અરવલ્લી માલપુર નગરના એક ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો છે. પાઠ્ય પુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરના જિલ્લા વિસ્તારનો હોવાની વિગતો સામે આવી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ ખરીદી કર્યો હોવાનું સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી 5 હજાર પુસ્તકનો જથ્થો કબજે કર્યો છે. જુના અને અને થોડા નવા અભ્યસક્રમના પાઠ્ય પુસ્તકો હોવાનું શિક્ષણ અધિકારીએ માહિતી આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માલપુરના એક ભંગારના વેપારીના ત્યાંથી 5000 સરકારી પાઠ્ય પુરતકનો મોટો જથ્થો ઝડપાતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે. એટલુ જ નહીં પરંતુ આ પ્રાથમિક શિક્ષણ વિભગના પાઠ્ય પુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી 5 હજાર સરકારી પાઠ્ય પુસ્તકનો જથ્થો કર્યો હતો. વધુમાં આ પુસ્તકો જુના અને અને થોડા નવા અભ્યસક્રમના હોવાનું જણાવ્યું હતું.

Related News

Icon