Arvalli News: ગુજરાતભરમાંથી સતત નકલી પોલીસ, નકલી ડોક્ટર જેવા અનેક લોકો ઝડપાઈ રહ્યા છે. એવામાં અરવલ્લીમાંથી નકલી પોલીસનો મામલો સામે આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં રથયાત્રાના નામે પૈસા ઉઘરાવતા નકલી પોલીસના સીસીટીવી સામે આવ્યા છે. સોસાયટીમાં પોલીસ ડ્રેસમાં 2 શખ્સો પોલીસ યુનિફોર્મમાં નાણાં ઉઘરાવતા હતા, જો કે એક જાગૃત નાગરિકે બંને ગઠિયાઓને આડેહાથ લીધા હતા બંને સ્થળ છોડીને ભાગ્યા હતા.
બાયડમાં રથયાત્રાના નામે પૈસા ઉઘરાવતા નકલી પોલીસના સીસીટીવી સામે આવ્યા છે. પ્રમુખ વીલા સોસાયટીમાં પોલીસ ડ્રેસમાં 2 શખ્સો નાણાં ઉઘરાવતા હતા. એક જાગૃત નાગરિકે બંને ગઠિયાઓને આડેહાથ લીધા હતા. બાયડમાં રથયાત્રા નીકળતી ના હોવા છતાં નકલી પોલીસના સ્વાંગમાં નાણા પડાવતા હતા. સોસાયટીના રહીશે બંનેને ઠપકારતા બંને સ્થળ છોડી ભાગ્યા હતા. જો કે, નકલી પોલીસની તમામ હરકત CCTVમાં કેદ થઈ છે.