અરવલ્લી જિલ્લામાંથી મહિલા તલાટીના પતિ દ્વારા દાદાગીરીનો વીડિયો સામે આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજ ગામ પંચાયતના મહિલા તલાટીના પતિનો દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. છાંયડે બાંધેલી ભેંસના ખુંટા કાપી તડકામાં ભેંસને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે ઉગ્ર બની તલાટીના પતિએ પત્રકારનો મોબાઈલ ઝુંટવી ફેંકી દીધો હતો.
તલાટીની હાજરીમાં જ તલાટી પતિ પંચાયતને લગતી કામગીરી કરાવતા હતા. જેથી જાગૃત પત્રકારે વીડિયો ઉતારી પ્રશ્નો કરતાં ઉશ્કેરાયેલા તલાટી પતિએ પત્રકાર નો મોબાઈલ ઝુંટવી ફેંટ પકડીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મેઘરજ ગામ પંચાયતના અણધડ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ તલાટી અને તેના માથાભારે પતિ વિરૂદ્ધ કાર્યવાહી કરશે ખરા કે હોતી હે ચલતી હૈ ની નીતિ અપનાવશે?