
અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના રમોસ ગામમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ હુમલો કર્યા બાદ ગર્ભવતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
રાજકીય ઈશારે હુમલો કર્યો હોવાના યુવકે લગાવ્યા ગંભીર આક્ષેપ
મળતી માહિતી પ્રમાણે, પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના ઘરમાં તોડફોડ કરી યુવતીને પરિવારજનો ઉઠાવી ગયા હતા. યુવક તેમજ પરિવારજનોને માર મારીને ટોળું ફરાર થઈ ગયું હતું. આઠ મહિના પહેલા તેમના પ્રેમ લગ્ન થયા હતા. યુવકે ધનસુરા પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા હતા. ઘટનાના ૨૪ કલાક બાદ પોલીસે કાર્યવાહી ન કરતા યુવક પર જોખમ યથાવતરુપ છે. રાજકીય ઈશારે હુમલો કર્યો હોવાના યુવકે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. અન્ય જ્ઞાતિની યુવતીને સાથે લગ્ન મામલે અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.