
રાજ્યમાં માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ ગત રોજ બનાસકાંઠામાંથી સામે આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બનાસકાંઠાના થરાદના ખેતરપુરા પાસે ગોઝારી માર્ગ દુર્ઘટનાની ઘટના બની છે. રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર પલટી જતાં ચાર મજૂરો દટાતા તેમનું મોત નીપજ્યું છે. આ મજૂરો ત્યાં કામ કરતા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી.
4 મજૂરોના મોત
મળતા અહેવાલ પ્રમાણે રોડની સાઈડમાં પ્રોટક્શન દિવાલનું કામ ચાલુ હતું ત્યારે જ ત્યાંથી રેતી ભરેલું ડમ્પર નીકળ્યું હતું.દિવાલનું કામમાં કરતા મજૂર પર રેતી ભરેલું ડમ્પર પલટી મારી ગયુ અને ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો
દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ તમામ મજૂરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. પોલીસે તમામના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા, અને અકસ્માતે ગુનો નોઁધ્યો હતો.