
બનાસકાંઠા જિલ્લા ઉપરાંત રાજ્યના બીજા શહેરો અને ગ્રામ્યમાં આજકાલ હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં યુવતી ફોન કે મેસેજ કરી યુવકને ભોળવીને પૈસા પડાવવાનું તરકટ રચે છે. બાદમાં છેતરપિંડી થયા બાદ યુવકને ભાન થતું હોય છે. આવી જ ઘટનાઓ હાલ બનાસકાંઠામાં વધી રહ્યા છે.
ડીસા શહેરના એક વેપારીને યુવતીએ વોટસએપ મેસેજ કરી સંબંધ કેળવીને માઉન્ટ આબૂ ફરવા લઈ ગઈ હતી. જ્યાં અજાણ્યા પાંચ શખ્સોએ વેપારીનું અપહરણ કરી તેની સાથે મારઝૂડ કરી હતી. ડીસાના વેપારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવતી સહિત ટોળકીએ 40 લાખની માંગણી કરી રૂપિયા 3.89 લાખ પડાવી લીધા હતા. બાદ હનીટ્રેપનો શિકાર બનેલા વેપારીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.