વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના બારિયાના મુવાડામાં રાત્રીના 11 વાગ્યાના સુમારે પૂરપાટ જતા ડમ્પરની અડફેટે વીજલાઈન આવી જતા વીજપોલ ધરાશાયી થયો હતો. જેથી ડીપીમાં મોટા ધડાકો થયો હતો. ડીપીમાં વિસ્ફોટ બાદને લીધે બારિયાના મુવાડાના ગ્રામજનો ભયભીત બન્યા હતા.
જો કે, રાત્રે બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થવા પામી. પરંતુ વીજલાઈનની ડીપી અકસ્માત બાદ ધડાકા સાથે સળગી ગઈ હતી. જેના લીધે એક કરિયાણાની દુકાનને પણ નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ડેસર એમજીવીસીએલના અધિકારીઓ રાત્રીના સમયે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કર્યો હતો. જેના લીધે બંને ગામના 200થી વધુ મકાનોમાં અંધારપટ છવાયું છે. માર્ગ પર વીજપોલ ધરાશાયી થતા ગામના રસ્તાઓ બંધ થયા હતા. જેના લીધે ગામડામાં લૉકડાઉન લાગ્યું હોય તેવો માહોલ છવાયો હતો. વીજપોલ પડી જતા ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. આટલું ઓછું હોય તેમ એમજીવીસીએલના કર્મચારીઓ હોળી-ધૂળેટી કરવા રજા પર ગયા હોવાથી આ કામગીરી ખોરંભે પડી છે