Home / Gujarat / Banaskantha : A newborn baby was found in Bhabhar

બનાસકાંઠાના ભાભરમાં તાજુ જન્મેલું નવજાત બાળક મળી આવ્યું, પોલીસ તપાસ શરુ

બનાસકાંઠાના ભાભરમાં તાજુ જન્મેલું નવજાત બાળક મળી આવ્યું, પોલીસ તપાસ શરુ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. એવામાં બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં તાજુ જન્મેલું એક નવજાત શિશુ મળી આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભાભરમાંથી તાજુ જન્મેલ બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાભરમાં ગત મોડી રાત્રે સ્મશાન ભૂમિ નજીક ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગામના સ્મશાન ભૂમિ નજીક પસાર થતા લોકોની નજર આ બાળક પર પડતા તેમણે ૧૦૮ને જાણ કરી હતી જેથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બાબતે ભાભર પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ પણ દોડી આવી હતી. મોડી રાત્રે બાળક મળી આવ્યાના સમાચાર મળતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. કોઈ એ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચાએ લોકમુખે જોર પકડ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News

Icon