
ચૈત્રી નવરાત્રિ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિના પર્વે મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. જેને લઈને ભક્તોની ભારે ભીડ જામે છે. એવામાં શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પાવાગઢ અને અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 30 માર્ચ 2025 ચૈત્ર સુદ એકમે રવિવારે માતાજી સમક્ષ ઘટસ્થાપન સવારે 9.15 કલાકે કરવામાં આવશે. જેમાં આરતી સવારે 7થી 7.30, દર્શન સવારે 7.30 થી 11.30, રાજભોગ બપોરે 12 કલાકે, દર્શન બપોર 12.30 થી 4.30, આરતી સાંજે 7 થી 7.30, દર્શન સાંજે 7.30 થી 9 વાગ્યા સુધીનો સમય રહેશે..
અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર
30 માર્ચ, ચૈત્ર સુદ - એકમ
સવારે 9:15 કલાકે ઘટસ્થાપન
સવારે 7 થી 7:30 આરતી
સવારે 7:30 થી 11:30 સુધી દર્શન
12 વાગ્યે રાજભોગ
12:30 થી 4:30 સુધી દર્શન
સાંજે 7 થી 9 દર્શન
આઠમ અને પૂનમના દિવસે બદલાયો આરતીનો સમય
5 એપ્રિલ ચૈત્ર સુદ આઠમના દિવસે સવારે 6 વાગ્યે આરતી કરવામાં આવશે.
12 એપ્રિલ સુદ-15 પૂનમના દિવસે સવારે 6 વાગ્યે આરતી કરવામાં આવશે.
મા અંબાના દર્શનાર્થે આવનારા ભક્તોએ 5 એપ્રિલ 2025ના ચૈત્ર સુદ આઠમના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. પૂનમના ભક્તોનો ભારે ધસારો રહેતો હોય છે એટલે 12 એપ્રિલ 2025ના ચૈત્ર સુદ પુનમના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. જ્યારે 6 એપ્રિલ 2025થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.