Home / Gujarat / Banaskantha : Gujarat government approves new map of Palanpur city

આખરે 21 વર્ષ બાદ પાલનપુરનો નવો નકશો મંજૂર, વિકાસના કામોને મળશે વેગ

આખરે 21 વર્ષ બાદ પાલનપુરનો નવો નકશો મંજૂર, વિકાસના કામોને મળશે વેગ

પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુરનો વિકાસ નકશો બનાવીને સરકારમાં મંજૂરી અર્થે મોકલાયો હતો. જોકે, છેલ્લા 21 વર્ષથી વિકાસ નકશો અધ્ધરતાલ રહેતા મંજુર થયો ન હતો. આખરે 21 વર્ષ બાદ ગુજરાત સરકરે પાલનપુરનો વિકાસ નકશો મંજુર કર્યો છે. હવે પાલનપુર નગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેને પાલનપુર ના વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાલનપુરના વિકાસને ગતિ મળશે

પાલનપુરના ધારાસભ્ય અને પાલિકાના સહયોગથી વિકાસ નક્શો મંજુર કરાવવામાં આખરે ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિને સફળતા મળી છે. પાલનપુરનો વિકાસ નકશો મંજુર થતા પાલનપુરના વિકાસને ગતિ મળશે તેવો દાવો કરતા ટીપી કમિટી ચેરમેન કવિતાબેન પ્રજાપતિએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત ભાજપ સરકાર, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ, ટીપી કમિટીના અધિકારીઓ સહિત ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને ફાઇનલ નકશો તૈયાર કરાયો

નવા મંજૂર થયેલા વિકાસ નકશામાં શહેરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાએ લોકો પાસે  વાંધા અરજીઓ મંગાવી હતી અને તે તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને ફાઇનલ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.



Related News

Icon