Home / Gujarat / Banaskantha : Popular actress Shilpa Shirodkar reaches Ambaji temple

લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચી

લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચી

બનાસકાંઠા સ્થિત અંબાજી ધામમાં ઠેર ઠેરથી લોકો માતાજીના દર્શન માટે આસ્થા અને ભક્તિભાવ સાથે આવે છે. એવામાં 90ના દશકની બોલીવુડની હિરોઈન અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. બોલીવુડની જાણીતી હિરોઈન શિલ્પા શિરોડકર અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચી હતી. હાલમાં તેમની નવી ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. જટાધારા ફિલ્મના શૂટિંગ માટે રાજસ્થાનથી અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જેમાં તેમણે ફિલ્મના કલાકાર રવિ પાઠક સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિર, માતાજીની ગાદી, ભૈરવજી મંદિર, અંબિકેશ્વર મહાદેવ સહિત વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી. અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં જળ ચઢાવીને શિવ પૂજા પણ કરી હતી. અભિનેત્રીએ મંદિર ટ્રસ્ટ અને ભક્તોનો આભાર માન્યો હતો. તેમણે અમિતાભ બચ્ચન,ગોવિંદા, અનિલ કપૂર, સુનિલ શેટ્ટી સહિત ઘણા હીરો સાથે હિરોઈન તરીકે કામ કર્યું છે.

TOPICS: ambaji
Related News

Icon