
ઉત્તર પ્રદેશની સંભલ જામા મસ્જિદના અરજદાર મહંત ઋષિરાજ ગીરી બાપુ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસના 2 કમાન્ડો સાથે મહંત ઋષિરાજ ગીરી બાપુ અંબાજી મંદિરે માતાજીના દર્શનાર્થે આવ્યા હતા.
જામા મસ્જિદની અંદર અસંખ્ય મંદિર હોવાના પુરાવા મળ્યા
આપણા ભારત દેશમાં સૌથી લાંબો વિવાદ રહ્યો હોય, તો તે ઉત્તર પ્રદેશની સંભલ શાહી જામા મસ્જિદને લગતો હતો. મસ્જિદની અંદર એક હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા. જેના અરજદાર મહંત ઋષિરાજ ગિરી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે જામા મસ્જિદની અંદર મંદિર હોવાના પુરાવા મળ્યા છે. મસ્જિદમાંથી 50થી વધુ ફૂલો, પ્રતીકો અને કલાકૃતિઓ મળી આવી હતી, અંદર 2 વડના ઝાડ છે, હિન્દુ ધર્મમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે. એક કૂવો છે, તેનો અડધો ભાગ મસ્જિદની અંદર છે અને અડધો ભાગ બહાર છે. બહારનો ભાગ ઢંકાયેલો છે. અરજદાર મહંત ઋષિ રાજ ગિરી આજે ઉત્તર પ્રદેશ પોલીસના બે કમાન્ડો સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.
મસ્જિદ સમિતિએ ખોટા ફોટોગ્રાફ્સ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
યુપી સરકારે સ્ટેટસ રિપોર્ટમાં કહ્યું હતું કે, સંભલ જામા મસ્જિદ સરકારી જમીન પર બનાવવામાં આવી હતી. મસ્જિદ પાસેનો કૂવો પણ સરકારી જમીન પર છે. મસ્જિદ સમિતિએ ખોટા ફોટોગ્રાફ્સ રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. સ્ટેટસ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કૂવાનો ઉપયોગ બધા સમુદાયના લોકો લાંબા સમયથી કરી રહ્યા છે. જોકે આ સમયે કૂવામાં પાણી નથી. આ કૂવો એ 19 કુવાઓમાંનો એક છે જેના નવીનીકરણ પર સંભલ જિલ્લા વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. તેમણે અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ લીધા. મંદિરના પૂજારી દ્વારા તેમને ચુંદડી આપવામાં આવી હતી. વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન કર્યા અને ભટજી મહારાજ પાસે રક્ષાકવચ બંધાવ્યું હતું. શિવ મંદિરમાં મહાદેવને જળ પણ અર્પણ કર્યું હતું.
ઋષિરાજ ગિરી 6 વર્ષ સુધી ગબ્બરમાં રહ્યા
બહુ ઓછા લોકો જાણતા હશે કે, સંભલ શાહી મસ્જિદના અરજદાર મહંત ઋષિરાજ ગીરી છે. ૧૯૯૨થી ૧૯૯૮ સુધી ગબ્બર કાલ ભૈરવ મંદિરમાં સેવક તરીકે કામ કર્યા બાદ, તેઓ હવે ઉત્તર પ્રદેશના કૈલાદેવી મંદિરના મુખ્ય મહંત છે. નિરંજની અખાડા સાથે સંકળાયેલા ઋષિરાજ ગીરી બાપુ ઘણીવાર અંબાજી મંદિરની મુલાકાત લે છે.