
ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી બનાસકાંઠામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી કોટેશ્વર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કાર અંબાજીથી કોટેશ્વર તરફ જતા અને જીપ સામેથી આવતા બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માતમાં જીપ સવાર અને કાર સવાર સહિતના લોકોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ લોકોએ એમ્બ્યુલન્સ 108ને કરાતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમામ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જો કે, અકસ્માતની જાણ થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.