
ભરુચના વાલિયા ગામના ક્રિષ્ના નગર પાછળ આવેલા શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ વાલિયા પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
તપાસનો ધમધમાટ
હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે. એ સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.