
અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વાલિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરીને ભાગી ગયેલા ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે. ગત 17 ફેબ્રુઆરી 2025ના રોજ વાલિયા પોલીસ મથક વિસ્તારમાં સીંગલા-ઇટકલા ગામ વચ્ચે એક અકસ્માત થયો હતો. પોલીસ ઇન્સપેક્ટર એમ.બી. તોમરે આ કેસનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસ ટીમે વાલિયા-નેત્રંગ રોડ, વાલિયા-વાડી રોડ અને નેત્રંગ-વાડી રોડ પરના વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
તપાસના આધારે ધરપકડ
ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ટેમ્પો નંબર GJ-19-U-4699ને શોધી કાઢ્યો હતો. ટેમ્પોના નંબરના આધારે માલિકની તપાસ કરતાં આરોપી ચાલક ઇન્દુ ચતુરભાઇ વસાવાની ધરપકડ કરવામાં આવી. આરોપી નેત્રંગ તાલુકાના ટીમલા ગામના નિશાળ ફળિયાનો રહેવાસી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.