
નસવાડીથી બોડેલી અને સ્ટૅચુ ઓફ યુનિટીને જોડતો રસ્તો નેશનલ હાઇવે વિભાગ 56નો છે. આ રસ્તાની આજુબાજુ રેતીના ઢગલા ખડકાઈ ગયા છે. તેમજ તેની બાજુમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. 30 કિલોમીટરના માર્ગમાં ઝાડી ઝાંખરાના કારણે પગપાળા જતા લોકોને રોડની સાઈડમાં ચાલી શકાતું નથી.
અકસ્માતોમાં વધારો
નસવાડી તાલુકામાંથી અનેક ભક્તો પાવાગઢ ખાતે દર્શન માટે પગપાળા જાય છે. ત્યારે રોડની સાઈડમાંના ચાલી શકતા જીવના જોખમે રોડ ઉપર ચાલવું પડે છે. જયારે નેશનલ હાઇવે જે રસ્તો હોય ત્યાં અધિકારીઓએ ઝાડીઝાંખરાનું કટિંગ તેમજ પગપાળા ચાલવા માટે રસ્તો બનાવવાનો નિયમ હોય છે. પરંતુ નેશનલ હાઇવે 56ના અધિકારીઓને પ્રજાની કાંઈ પડી નથી. 15થી વધુ ગામો રોડ ઉપર આવેલા છે. લોકો ખેતરમાં કામ અર્થે જાય ત્યારે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અનેક વાર અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
સફાઈની માગ
નસવાડી બોડેલી રોડ ઉપર રોડની સાઈડમાં રેતીના ઢગલા ખડકાઈ ગયા છે. આ રેતીના કારણે કોઈ બાઈક ચાલક સાઈડમાં ગાડી ઉતારે ત્યારે સ્લીપ મારી જાય છે. બાઈક ઉપરના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવે ત્યારે સીધો ટ્રકમાં ભરાઈ જાય છે. ત્યારે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરતા અધિકારીઓ તેઓના રોડ ઉપરની સફાઈ અને પ્રજાને આપવાની સુવિધા આપી શકતા નથી. સરકાર રોડ ટેક્સના નામે કરોડો રૂપિયા દર માસે વાહન ચાલકો પાસે વસુલે છે. તેમજ જીએસટીના નામે તોતીંગ ટેક્સ વસુલે છે. પરંતુ પ્રજાને ટેક્સના નાણાં જેટલા લોકો ચૂકવે છે. તે પ્રમાણે સુવિધા આપવામાં આવતી નથી. બોડેલી નસવાડી રોડ ઉપર 1000 વાહનો રેતી ભરીને હરરોજ પસાર થાય છે. ત્યારે નેશનલ હાઇવે 56 વિભાગના અધિકારીઓ ધ્યાન આપે અને જંગલ કટિંગ કરાવે તેવી માંગ ઉઠી છે.