
ગુજરાત વિકસીત રાજ્ય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તંત્રના ઘણા વિભાગોને પોતાની કચેરી પણ ન હોવાનું સામે આવે છે. જેથી ભાડાના મકાનમાં પણ કચેરીઓ ધમધમતી હોવાનું સામે આવે છે. પાણીપુરવઠા વિભાગની કચેરી છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે.
કચેરીનું મકાન નથી બન્યુ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, નસવાડી અને સંખેડા ત્રણ તાલુકામાં પાણી પુરવઠા વિભાગની પાણી ટેસ્ટિંગ માટેની લેબોર્ટરી અને ડેપ્યુટી ઈજનેરની કચેરી એક ભાડાના મકાનમાં ચાલે છે. જેનું ભાડું 31000 રૂપિયા દર માસે ચૂકવવામાં આવે છે. વિકાસની વાતો કરતી સરકાર કચેરીનું મકાન પણ બનાવી શકતી નથી.
કર્મચારીઓને બેસવા નથી જગ્યા
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં ત્રણ વર્ષમાં 200 કરોડના વિકાસના કામો ની ગ્રાન્ટ વાપરી છે. ત્યારે કચેરીનું મકાન માટે તંત્ર કેમ કામગીરી કરતું નથી. આ મુદ્દે કચેરીના અધિકારીઓ કંઇ પણ બોલવા તૈયાર નથી. કચેરીનું મકાન નાનું હોવાથી કચેરીમાં પોટલાના અને ફાઈલોના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યારે કર્મચારીઓને બેસવાની જગ્યા પણ પૂરતી નથી.