
ભરૂચમાં ધુળેટીના આનંદના પર્વ પર દુર્ઘટનાઓની વણઝાર સર્જાઈ છે. થોડા સમય પહેલા અમાદાવાદમાં ત્રણ યુવાનો રિલ બનાવવાના ચક્કરમાં કેનાલમાં ડુબ્યા હતા ત્યારબાદ વડોદરા શહેરમાં પણ બે યુવકો સેલ્ફી લેવાના ચક્કરમાં ડુબી ગયા હતા અને હવે ભરુચમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ભરુચ જિલ્લામાં ચાર અલગ અલગ સ્થાનો પર કુલ પાંચ યુવાનોના ડૂબી જવાની ઘટના સામે આવી છે જેમાંથી હાલ માત્ર એક જ યુવકનો મૃતદેહને શોધવામાં ફાયરની ટીમને સફળતા મળી છે. અન્ય યુવાનોને શોધવાની કામગીરી હજુ સતત ચાલી રહી છે.
ભરુચમાં નંદેલાવ નજીક તળાવમાં બે બાળકો ડૂબવાની ઘટના સામે આવી છે જેમાં એકનો મૃતદેહ મળી આવ્ચો છે અને એકની શોધખોળ ચાલી રહી છે. ભરુચમાં મકતમપુર પાસે નર્મદા નદીમાં ન્હાવા ગયેલ એક યુવાન ડૂબી જતાં તેની પણ શોધખોળ ચાલી રહી છે. આ સાથે જ ભરુચમાં સમની પાસે નહેરમાં એક યુવાન ડૂબ્યો હતો જ્યાં મામલાની જાણ થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ સાથે જ કેલોદ પાસે તળાવમાં ન્હાવા ગયેલો એક યુવાન પણ લાપતા છે અને તેની પણ શોધખોળ ચાલી રહી છે.