Bharuch News : ભરૂચમાં શુક્લતીર્થ પાસે એક ટ્રકે હાઈવે પર પલ્ટી મારી હતી. શુક્લતીર્થ પાસે શુક્લતીર્થ-તવરા રોડ પર હાઈવે પર આ ઘટના બની હતી. ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ ટ્રક ધડાકભેર પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં ટ્રકની સામે આવી રહેલી એક કારનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો વાયરલ થયો છે.

