
રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જંબુસરના વેડચ ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર રાહદારી મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી મહિલા કેનાલની બાજુની ગટરમાં ફંગોળાઈ જતા મોતને ભેટી હતી. બાદમાં ગામ લોકોએ કાર ચાલકને પોલીસના હવાલે કર્યો હતો.
મહિલા પગપાળા જઈ રહ્યા હતા
જંબુસર તાલુકાના વેડચ ગામ પાસે આવેલ નર્મદા કેનલ રોડ પર રાહદારી મહિલાને કાર ચાલકે ટક્કર મારતા અકસ્માતની ઘટના સામે તે બાજુની ગટરના ફંગોળાઈ જતા ગંભીર ઇજાના કારણે તેનું મોત થયું હતું.લોકોએ દોડી આવી કાર ચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. 45 વર્ષીય જ્યોત્સનાબેન સુરેશભાઈ ડોડીયા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં આવેલા કારચાલકે ટક્કર મારતા તેઓ કેનાલની બાજુની ગટરમાં ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ઓવરસ્પીડમાં હતી કાર
અકસ્માતના પગલે ગામ લોકો દોડી આવ્યા હતા. જેમણે તાત્કાલિક કારચાલકને ઝડપી લઈ વેડચ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. અકસ્માત દરમ્યાન ગાડી ઓવર સ્પીડ હોવાનું લોકો ચર્ચી રહ્યા હતા. અકસ્માત સંદર્ભે વેડચ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખસેડી અકસ્માતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.