
ભાવનગર શહેર સહિત ગ્રામ્યમાં દબાણ દૂર કરવાની હાલ ઝૂંબેશ ચાલી રહી છે, ત્યારે ધાર્મિક સહિત રહેણાક મકાનોને તંત્ર દ્વારા દૂર કરાઈ રહ્યા છે. આ પ્રકરણમાં તળાજા તાલુકામાં ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવા અને ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા 7 દિવસમાં રજૂ કરવા આદેશ અપાયો છે.
બજરંગદળના સહ પ્રમુખનો ચેતવણી આપતો વીડિયો વાયરલ થયો છે.આ વાયરલ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે કે, બજરંગ દળ પાસે સરકારી જગ્યા પર ઈમારતો બનાવી દેવામાં આવી છે, છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવતી. અને હિંદુ મંદિરોના દબાણના નામે પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવે છે.
ત્યારબાદ આગળ વીડિયોમાં કહેવાયું છે કે, હિંદુ મંદિરને કાંકરીચાળો થયો તો અમે ભૂલી જઈશું કે, તમે શાસકો છો. એવી ગર્ભિત ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.