Home / Gujarat / Bhavnagar : Man arrested for planning to escape after committing scam

ભાવનગરના હીરા બજારમાં કરોડોનું કૌભાંડ આચરી ફરાર થવાનો પ્લાન ઘડનાર શખ્સની ધરપકડ

ભાવનગરના હીરા બજારમાં કરોડોનું કૌભાંડ આચરી ફરાર થવાનો પ્લાન ઘડનાર શખ્સની ધરપકડ

ભાવનગરના હીરા બજારમાં કરોડોનું કૌભાંડ આચરી ફરાર થઈ જવાનો પ્લાન ઘડનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર જીલ્લા ડાયમંડ એસોસિએશને કોભાંડ કરીને ફરાર થાય તે પહેલા જ પર્દાફાશ કર્યો છે. ભાવનગર જીલ્લા ડાયમંડ એસોસિએશનની ચાંપતી નજરે કૌભાંડ આચરનાર ગઠીયાને પકડી પાડ્યો છે. તેમજ એસોસિએશન દ્વારા આ સમગ્ર કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાવનગરમાં એક ટોળકી દ્વારા મોટા પાયે હીરા લઈને વેપારીઓને કરોડોનો ચુનો લગાવાનો પ્લાન હતો. ભાવનગરના હીરા બજારમાં મણીરત્નનમાં ડી.એમ ડાયમંડ નામની ઓફીસમાંથી સમગ્ર વહીવટ થતો હતો. જો કે, ભાવનગર ડાયમંડ એસોસિએશનની સમગ્ર કામગીરીથી વેપારીઓને રાહત મળી છે. હાલ સમગ્ર બાબતે એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈના માર્ગદર્શન હેઠળ કાયદેસરની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. ચીટિંગ કરનાર એક ઈસમ હજુ પણ ફરાર છે જ્યારે બીજા એકને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો છે.

Related News

Icon