ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ છે. પરંતુ ક્યાંક કૃત્રિમ દબાણોને પગલે પાણીનો જાવરો ન હોવાથી શહેર-સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે. બોટાદ શહેરમાં મુશળધાર સાડા સાત ઈંચ વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી બેક મારી રહ્યા છે. ગાડી પાણીમાં તણાતા લોકો દોરડું બાંધીને ખેંચી રહ્યા છે. સર્વત્ર જળબંબાકારથી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે.
ભાવનગર શહેરમાં પણ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં 17 વર્ષ બાદ પાણી ભરાયાની ઘટના સામે આવી છે. ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. નદી નાળાઓમાં દબાણને પગલે પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.